મહેંદી વાળા હાથ બતાવીને રોઈ પડી,
હું કોઈ બીજાની છું એ જતાવી ને રોઇ પડી...
પહેલા કહેતી હતી નહીં જીવી શકું હું તારા વગર,
આજે આજ વાક્ય ફરી બોલીને રોઈ પડી...
તમેજ કહો કેમ કરીને શક કરું એના પ્રેમ પર,
એ લોકો વચ્ચે મને ગળે લગાવીને રોઈ પડી...
જોએલા સપનાઓ બીજા અજાણ્યા સાથે કેમ પૂરા કરવા,
એટલું બોલીને આજે ફરી દિલ ખોલીને તે રોઈ પડી...
ફરી એક પ્રેમ કહાની અહીંયા અધૂરી રહી ગઈ,
બસ તું અને હું કહી એક જોડી દુનિયા છોડીને જતી રહી...