ઈશ્વર અને એના ન્યાય પર શંકા ન કર
આપણને ન છાજે, એવા ધંધા ન કર
છું થોડો દુઃખી,તો શું થઈ ગયું?
એનો મતલબ એ નહી કે,શ્રદ્ધા ન કર
રામ પહોંચશે તારા લગી,જરા વાટ તો જો,
તું એંઠા બોર શબરીના સફાચટ તો ન કર
જઈ જોઈ આવ મંદિરોમાં,એનેય જંપ નથી
લાંબી પડેલી લાઈનમાં વચ્ચે આવી,ભીડ ન કર
એનો ન્યાય બીજું કંઈ નહીં, છે બહિખાતું કર્મનું,
અક્કરમી બની "પ્રવેશ",પડિયામાં કાણું તો ન કર
- નિર્મિત ઠકકર