રાખવાનું છે કોઈ નામ, રાખે‌ છે,
કોઇ ગુમનામ ક્યાં નામ રાખે છે;

નામનો  મહિમા, ઘણો જ અહીં
કામ વિના નું  ક્યાં, નામ રાખે છે;

ઘરના ખૂણે ખાંચરે,  સંતાડી રાખે,
ધન પણ ટેક્ષથી, ગુમનામ રાખે છે;

ભગવા પહેરી , બદલાઈ નહીં મન,
આચરણ વિના , સતનામ રાખે છે;

આનંદ વિહોણું,જીવન જીવી રહ્યા,
દુઃખદર્દ માંય આનંદનું ઠામ રાખે છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111437329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now