શબ્દ ,, તારી રાહ ,,,
,, આંખે અંજળ આથમ્યા
ગળતળ ગળયા દેહ ,,,
વાતે વેણલા વહી ગયા
એક જોતા તારી રાહ
,, સીમાડા સુકાઈ ગયા
પાધર થયા પોબાર
મોર ટહુકી ને થાકી ગયા
એક જોતા તારી રાહ
,, જીવતર જામા ઉતરી ગયા
ઉડી ગયા હર રંગ
પાપણ પોપચાં ઢળી ગયા
એક જોતા તારી રાહ
,, લ્યો હવે હાલ્યા અમે
ઝાઝા કહી ને જુહાર
ભવભવ ના સાથ છુટી ગયા
એક જોતા તારી રાહ ,,
,, આંખે અંજળ આથમ્યા
ગળગળ ગાળયા દેહ
વાતે વેણલા વહી ગયા
એક જોતાં તારી રાહ ,,,,