કોણ કોને  ,ઓળખે છે અહીં,
વીસર્યો છે જે , વિસાત અહીં;

તત્પર છે, બહિરંગ પામવા ને,
અંતરંગ આપમાં ,મ્હાત અહીં;

સ્વભાવિક  બહિર્મુખ જીવનને,
અંતર્મુખી મનની જાત છે અહીં;

ભાવ અભાવ, અભિવ્યક્તિ માં,
વિસર્જન કરી ખૂદે ઓકાત અહીં;

દૂખ દર્દ હતાશા નિરાશા ની મૈત્રી,
આનંદ વિનાનું ,સદા પ્રભાત અહીં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111437148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now