Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારામાંથી કેટલા લોકોને એવું લાગ્યું કે,
હાલ જે ઓનલાઈન ક્લાસીસમાં ઘરના બાળકો ભણી રહ્યા છે એમના ટીચર્સ સારું ભણાવી નથી રહ્યાં,
એ બાળકો સાથે પ્રેમથી વાત નથી કરતા,
એમનું અંગ્રેજી ઉચ્ચારણ ખોટું છે,
એમનો વિષય એમને એટલો પાક્કો નથી,
મોંઢા ઉપરથી જ આ બેન ટીચર જેવા નથી લાગતા,
આમને તો બાળકો સાથે કામ લેતા જ નથી આવડતું,

હજી બીજી ફરિયાદ હશે, મને આટલી યાદ આવી.

હવે હું કંઈ કહું...😁

ક્લાસમાં એકસાથે ત્રીસ ચાલીસ બાળકોને ભણાવવા અને દરેક બાળકને અલગ અલગ એમના ઘરમાં બેઠેલું રાખી ભણાવવું તદ્દન અલગ વાત છે. કેટલાય મારા જેવા માબાપ બાળક ભણતું હોય ત્યારે એની બાજુમાં જ બેસી રહેતા હશે. સામે છેડે ભણાવી રહેલા શિક્ષક બહેન માટે આ બધું નવું છે એ થોડા ગભરાઈ જાય એમાં નવાઈ જેવું શું છે! બાળકની બાજુમાં જ એની મમ્મી કે પપ્પા બેસી રહ્યા હોય ત્યારે ટીચર થોડું અસહજ અનુભવે જ એ નોર્મલ છે અને રોજ એ ક્લાસમાં જે રીતે ભણાવતી હોય એમ હાલ ના ભણાવી શકે. એમાં એમને ભણાવતા નથી આવડતું એવું ના પણ હોય!

કેટલાક લોકો કહે છે કે સ્કુલ વાળાઓ આટલી બધી ફી લે છે અને ટીચર કેવી રાખે છે, સરખું અંગ્રેજી બોલતાય નથી આવડતું! ઓ મારા ભાઈ સ્કુલ વધારે ફી લે છે એ વાત સાચી પણ એટલો વધારે પગાર એમને ત્યાં કામ કરતી શિક્ષિકા બહેનોને ચૂકવાય છે ખરો? આપણે કોઈ દિવસ આવી તપાસ તો કરતાં જ નથી. ત્રણ ચાર હજાર કે એનાથીય ઓછી કિંમતે કેટલીક બહેનો આખો દિવસ બાળકોને ભણાવવા રખાય છે, એમનું લેવલ પણ એવું જ હોવાનું. આ બાબતે ફરિયાદ કરવી હોય તો ચાલું દિવસે શાળામાં જઈને કહેવું જોઈએ.

વાત કરું અંગ્રેજી ઉચ્ચારણની...તમારું અંગ્રેજી બોલવાનું સારું ના હોય એનો એ મતલબ થોડો છે કે તમારું જ્ઞાન ઓછું છે! કેટલાય ખૂબ સારા શિક્ષકો છે મારી જાણમાં જે એમના વિષયના મહારથી છે, બાળકો તરત સમજી જાય એ રીતે શીખવી શકે છે....પણ એ એમના વિષયમાં હોંશિયાર છે ના કે અંગ્રેજીમાં! કેટલાક શબ્દો એ સહેજ અલગ રીતે બોલે તો આપણે ચલાવી ના શકીએ?

આખી દુનિયા એમની રીતે અંગ્રેજી બોલે છે અને ક્યાંય કોઈ એમનો વાંક નથી કાઢતું. આપણા દેશમાં તો દરેક રાજ્યના લોકોનું પોતાનું અંગ્રેજી છે, એમના પોતાના ઉચ્ચારો છે. તો બોલવામાં એ ભેદ દેખાઈ જ આવવાનો એના માટે એમને દોષ દેવો ક્યાં સુધી વાજબી ગણાય..!

ટુંકમાં આ કોરોના કાળમાં આપણે બધાએ થોડી ઘણી તકલીફ વેઠી છે અને એમાંથી આ ટીચર્સ પણ બાકાત નથી. એમણે એમની તકલીફો સાથે તમારા બાળકોને ઘરે બેઠા ભણાવ્યા એ માટે એમને એક નાનકડું ‘thank you' મળવું જોઈએ કે સ્કુલ ચાલું થવા દે પછી તને જોઈ લઉં છું એવી ધમકી? 😂😂😂

યાદ રાખજો આપણા મહાન દેશની મહાન પરંપરા રહી છે, “ગુરુ દેવો ભવ!" એને આપણા સંતાનો સુધી પહોંચાડવી એ આપણા હાથમાં છે!

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111436975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now