બાળક ઝંખે છે માત્ર પ્રેમ અને થોડી કાળજી,
વડીલો ઝંખે છે માત્ર થોડો સમય અને સંભાળ,
વિદ્યાર્થી ઝંખે છે માત્ર ઉત્તમ શિક્ષક,
જનતા ઝંખે છે માત્ર ઉત્તમ નેતા,
નેતા ઝંખે છે માત્ર જનતાનો મત,
પતિ ઝંખે છે માત્ર પરિવારના સભ્યો વચ્ચે સુમેળ,
આ બધા જણાવે છે કે તેઓ શું ઝંખે છે.
પરંતુ એક સ્ત્રી જે પણ કંઈ ઝંખે છે તે ભાગ્યે જ જાણ કરે છે કારણ કે ઘરનાં બધાની માંગણીઓ પૂરી કરવામાં એ પોતે ખુશ રહે છે. એને માત્ર એટલું કહેવામાં આવે ને કે આજનું ખાવાનું ખૂબ જ સરસ બન્યુ છે કે આજે તુ સુંદર દેખાય છે કે પછી એનાં દ્વારા થયેલા કોઈ પણ કામના વખાણ માત્રથી એની તમામ ઈચ્છાઓ એ ભૂલી જાય છે, એનો આખા દિવસનો થાક ઊતરી જાય છે. એને માટે તો પરિવારની ખુશી જ માત્ર પોતાની ખુશી છે.
#માત્ર