#માત્ર
માત્ર તુ જ છે ને
કેવળ સત્ય માત્ર તું જ છે ને,
બે ની ભાંજગડ ,તું જ છે ને.
સમજણ ક્યાં છે , નાદાન ને,
દિલનો આરામ, તું જ છે ને!
વિગતવાર , વિખરાઈ ગયો તું,
શબ્દ સ્પર્શ ને રૂપ. તું જ છે ને.
રસપ્રદ છે રસનાં નુ આસ્વાદન,
દ્રષ્ટિ માં દ્રશ્ય રૂપ, તું જ છે ને .
અસ્તિત્વ શૂન્ય માં , સહવાસ,
આનંદ માં તદ્રૂપતા,,તું જ છે ને.