વાદળો ના ગર્ભમાં છુપાયેલું પાણી જેમ માત્રને માત્ર વાદળોનું હોય છે અને વરસાદ રુપી વરસતા નદી-નાળા વાવ તળાવ વગેરે નું થઈ જાય છે
તેમજ માના ગર્ભમાં રહેલું બાળક માત્ર અને માત્ર તેની માતાનું જ હોય છે એના સ્પર્શનો અહેસાસ એના પ્રેમનો અહેસાસ એની ધડકનનો નો અહેસાસ એકલી એક માતા જ માણી શકે છે આ દુનિયામાં સ્ત્રીઓ પાસે ફક્ત એક જ વસ્તુ એવી છે જેમાં કોઈ ભાગ પડાવી શકતું નથી બાળક બહાર આવતા જ જુદા જુદા સંબંધોમાં વહેંચાઈ જાય છે ભાઈ કે બહેન ભત્રીજો કે ભત્રીજી પૌત્ર કે પૌત્રી ભાણેજ કે નાતી
#માત્ર