' સત્ આફતાબ '
બહુ જ થયું હવે,
અસહ્ય બન્યો અનુરાગ.
સત્ આફતાબ નીરખવા,
ઝંખતું મુજ આત્મ.
મળી વિશ્વાસ અનુભૂતિ,
બની કળી પુષ્પ,
પણ ફોરમ આપી જા રે.
સરિતા મળી સાગરને,
તું ક્યારે આવે છે મુજનિધિ.
બની મુજ માત રે તું,
બેબાકળું તુજ શ્વાસ કેરું બાળ રે.
જન કેરું મૃત્યુ અંધકાર રે,
મુજ ઘર તણુ દ્વાર રે.
ચાતક પ્રાણ તરસે રે,
બરસો રે મોરે મેઘ રે.
- નીર.