Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંગળ પર રાહુની દૃષ્ટિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી 18 જૂન સુધી કપરો સમય, દુર્ઘટના-ભય સર્જાશે

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સવાલ થાય કે આગામી સમય કેવો જશે અને હજુ ક્યાં સુધી આવો કપરો સમય રહેશે. આપણા શાસ્ત્રોમાં વિસ્તારથી આ અંગે કહેવાયું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શનિ ગ્રહની યુતિ થાય અથવા તો તેમની રાશિમાં આવે ત્યારે થોડી વિકટ સ્થિતિ સર્જાય છે.

મંગળ પોતાના દુશ્મન ગ્રહ શનિના ઘરમાં એટલે કુંભ રાશિમાં છે અને તેના ઉપર રાહુની દૃષ્ટિ પણ પડી રહી છે. આ સ્થિતિ 18 જૂન સુધી રહેશે. મંગળ ઉપર રાહુની દૃષ્ટિ હોવાથી દેશમાં દુર્ઘટના અને વિવાદ વધવાની સંભાવના છે.
અશુભ પ્રભાવથી દુર્ઘટના અને વિવાદ સર્જાશે

રાહુના અશુભ પ્રભાવથી દુર્ઘટના અને વિવાદ વધવાની સંભાવના છે. ગ્રહોની આ સ્થિતિના પ્રભાવથી દેશની શાસન વ્યવસ્થા, ઋતુ અને સીમાઓ સાથે જોડાયેલાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. નક્ષત્રોની આ અશુભ સ્થિતિના પ્રભાવથી ઋતુઓમાં ફેરફાર જોવા મળી શકે છે. દેશના થોડાં ભાગમાં વાવાઝોડાના કારણે પશુ-પક્ષીઓને નુકસાન થઇ શકે છે. અચાનક કોઇ કુદરતી આપત્તિ કે મુશ્કેલી આવી પડે.

પૂર્વના રાજ્યોમાં વધારે વરસાદ પડી શકે છે. ગરમી વધવાથી લોકો પરેશાન રહેશે. દેશના થોડાં ભાગમાં આગને લઇને દુર્ઘટનાઓ વધી શકે છે. મંગળ સેનાપતિ હોવાના કારણે દેશમાં શાસકો વચ્ચે તણાવ અને મતભેદ ઊભો થઇ શકે છે. તેલ અને કઠોળના ભાવ વધવાની સંભાવના છે. ખાનપાનની સફેદ વસ્તુઓની કિંમત પણ વધી શકે છે. રાહુના કારણે દેશની સીમાઓ ઉપર તણાવ વધવાની આશંકા છે.

આ રાશિના જાતકો જરા સંભાળીને રહેજો

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, મકર અને કુંભ રાશિએ જરા સંભાળીને રહેવુ. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોને નુકસાન થઇ શકે છે. પ્રોપર્ટી સંબંધિત મામલાઓ અને લેણ-દેણમાં વિવાદ થવાની સંભાવના બની રહી છે. સ્વાસ્થ્યના મામલે સમય ઠીક રહેશે નહીં. ઘાવ કે દુર્ઘટના બની શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાની રાખવી જોઇએ. આ દિવસોમાં લીધેલાં નિર્ણયો ખોટાં સાબિત થઇ શકે છે. જરૂરી કામકાજમાં પણ મુશ્કેલીઓ વધવાની સંભાવના છે.

આ રાશિના જાતકો માટે સારો સમય

કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકો માટે શુભ સમય રહેશે. આ 5 રાશિના જાતકો ઉપર મંગળની શુભ અસર રહેશે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોને ફાયદો અને ઉન્નતિ મળી શકે છે. લોન લેવા કે ચુકવવા સંબંધિત કામ પૂર્ણ થઇ શકે છે. આવક વધી શકે છે. વિચારેલાં કાર્યો સમયે પૂર્ણ થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.અટકેલા કામ થઈ શકશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111435805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now