કોરા સૌ કાગળ ઉપર ઝરમર થયો છું!
લાગણીથી ભીનો હું અક્ષર થયો છું!
શબ્દના સથવારે હું સાક્ષર થયો છું,
કાવ્યમાં સીધો જ રૂપાંતર થયો છું!
મૌનને ના કોઈ જો વાંચી શક્યું,
હોઠ ખોલીને હું ભાષાંતર થયો છું!
હું હતો અંતર્મુખી, પણ એ પછી
સૌ સંબંધો સાચવી સધ્ધર થયો છું!
મેં જ મારી જાતનો ઉધ્ધાર કર્યો,
ઝેર ઈર્ષાનું પી ને શંકર થયો છું!
✍️ઈશ્વર ચૌધરી 'ઉડાન'
#અંતર્મુખ