Gujarati Quote in Poem by Chirag Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આશનો ઉપહાસ લઈને, જિંદગી જીવ્યા કરી,
જીવવાનો ત્રાસ લઈને, જિંદગી જીવ્યા કરી.

જીવવા જેવો હતો બસ એ સમય એક સાંજનો,
ને મેં અમથા શ્વાસ લઈને, જિંદગી જીવ્યા કરી.

હોય ના પાસે, ને તું ચોપાસ દેખાયા કરે,
ભ્રમ ભર્યો આભાસ લઈને, જિંદગી જીવ્યા કરી.

એ ક્ષણિક સુખ! મનને ગમતા સ્પર્શની એ ઘેલછા,
રોમમાં અહેસાસ લઈને, જિંદગી જીવ્યા કરી.

રણ, હરણ, વ્રણ, ખારપટની સાંજ, સુનો બાંકડો,
ઝાંઝવા ચોપાસ લઈને, જિંદગી જીવ્યા કરી.

એટલું આસાન ક્યાં છે મૃત્યુને શરણે જવું,
કંઈ ફરજનો પ્રાસ લઈને, જિંદગી જીવ્યા કરી.

Gujarati Poem by Chirag Vora : 111434938
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now