હોય છે કદી,
નથી હોતું, એ મન,
સદા હોય છે;
સંકલ્પ ને,
વિકલ્પ કરતું એ,
સદા હોય છે;
અનુકૂળ ને,
પ્રતિકુળ, સ્થિતિમાં,
સદા હોય છે;
સુખદુઃખ ને,
લાગણી , ભાવ ઊર્મિ,
સદા હોય છે,
લય , વિલય,
વૃત્તિ પ્રવૃત્તિ, નિવૃત્તિ;
સદા હોય છે;
મનોલય ને,
પામતું અસ્તિત્વ એ,
સદા હોય છે;