અદ્ભુત કમાલ કરી છે જગતના નાથ તે તો;
બનાવ્યું અંગ એક તો એના રંગ કેમ અનેક?
અઘરી માયાજાળ ફેલાવી રાખી છે પ્રેમ તે તો,
થઈ જાય છે અનેક તો પછી મળે છે કેમ એક?
આખી દુનિયાને દોડાવી રાખી છે ઈચ્છા તે તો,
થાય છે વિવિધ તો પુરી નથી થતી કેમ દરેક?
- મિલન અંટાળા
@milan_poetry_lover