Gujarati Quote in Poem by Prakash Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરિવાર

આથમે દિવસ ને આવે છે યાદ મારો પરિવાર છે ખાસ.
દુનિયાના દરિયામાં ઉઠતા તોફાનનો કિનારો છે પરિવાર.

સારા-નરસા કામનો હિસાબ લેતા પિતાનો છે સાથ.
પ્રેમથી મારી ભૂલો ભુલાવતી માતાનો માથે છે હાથ.

લડાઈ-જગડાને મીઠી વાતો કરતા ભાઈઓના સંવાદ.
મારા દુઃખે દુઃખી સુખમાં થતી રાજી બહેનની છે યાદ.

મારી મુંજવણનો ઉકેલ આપતી અર્ધાંગિનનો સંગાથ.
હસતા ખેલતા લાડ લડાવતી દીકરી છે બધાની ખાસ.

સુખ થાય બે ગણા ને સઘળા દુઃખો જાય ભુલાઈ.
સાથ મળે ખરા હૃદયથી જો તેમના દિલ ના દુભાય.

જીવન થાય હળવું મુસીબત રહે અળગી.
જો પરિવાર સાથે વિતાવીએ જિંદગી.

પ્રકાશ પટેલ

Gujarati Poem by Prakash Patel : 111434315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now