મહોબ્બત
એ તો તારો કિનારો મળ્યો,
મારી દુનિયાને આશ્રય મળ્યો,
દિલની ધડકનોને સ્નેહ મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારો ઈશારો મળ્યો,
મારી આંખોને સહારો મળ્યો,
ચાલતી ધમનીને પનારો મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારા સ્મિત મિનારો મળ્યો,
મારા ખંજનને ખાડો મળ્યો,
એમાં ડૂબવાનો પ્રતિભાવ મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારો સથવારો મળ્યો,
જિંદગી જીવવાનો મોકો મળ્યો,
સુખદુઃખનો કેડીનો રસ્તો મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
- સેતુ