જીવન માં કયાં તો ગમતું કામ કરો અથવા કામ ને ગમતું કરો... નમે તે સૌને ગમે...
કેટલું સરળ છે સૌને ગમી જવું,
અનિચ્છાએ પણ સદા નમી જવું..
માણસ છે ગુસ્સો આવે તો સહેજ તપી જવું, પછી શમી જવું
ના માને કોઈ વાત, કઈ નહિ..
ધિરેક થી ત્યાંથી સરકી જવું....
બસ આવડી જાય આટલું, સાવ
સરળ છે, સૌ ને ગમી જવું.......
જરૂર છે ગમ્મત નો ગુલાલ કરવા ની...માનવી જયારે એમ માને કે મને કોઈ ની જરૂર નથી તો તે સ્વાર્થી છે. સહુ ને મારી જરૂર છે તેમ માને તે અભિમાની છે. પરંતુ હું કોઈ ને જરૂરી બનું તેમ માને તે પરોપકારી છે. ઉપરાંત સહુ મારે માટે જરૂરી છે તેમ માને તે નમ્ર છે.
આપણી જીવન યાત્રા એક પ્રવાસ છે અને એમાં મોજ થી જીવવા નો પ્રયાસ છે. જાતે ખુશ રેહવું અને બીજા ને ખુશ રાખવા ને માટે સતત પ્રયત્નશીલ રહેવું.
આપણે સૌ એક - મેક ને ગમતાં રહીએ અને હળવી ક્ષણો ને ઉલ્લાસપૂર્વક માણતા રહીએ.
વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને જબરદસ્ત રહીએ.
મન ની પ્રસન્નાતા ને ચિરસ્થાયી કરી દેવા માટે જો કોઈ એક જ શોખ કેળવવા જેવો હોય તો તે શોખ છે પ્રેમનો.
આ તો સંસાર છે. અહીં ધારેલું એટલું થતું નથી અને ન ધારેલું ઘણું બધું થતું રહે છે. જો તમને જીવન પ્રત્યે રસ ન હોય, સંબંધ માં રસ ન હોય તો તમે dipression ના શિકાર બનો છો. યાવત ક્યારેક તો આત્મહત્યા ના માર્ગે પણ કદમ માંડી બેસો. કોણ જાણે કેમ પણ આજના કાળે દરેક જન એમ માનીને બેઠું છે કે "અમે જે શેત્ર માં આગળ વધીયે એમાં નિષ્ફળતા તો નાજ મેળવી જોઈએ " દરેક વેપારી ને ધંધા માં નફો જોઈએ છે. દરેક વિદ્યાર્થી ને પરીક્ષા માં સારા માર્કે પાસ થવું છે. દરેક ખેલાડી ને રમત માં સફળ બનીને કરોડો કમાયી લેવા છે. દરેક ઉમેદવાર ને ચૂંટણી માં વિજેતા બનવું છે.
સફળતા ના આ હદ ના નશામાં જયારે લમણે નિષ્ફળતા ઝીંકાય છે ત્યારે માણસ જીવનમાંથી -સંબંધમાંથી અને પ્રવૃત્તિ માંથી રસ ગુમાવી બેસે છે અને nirasatanu એક જ કાર્ય કરે છે, મન ને નિરાશા ની ગર્તા માં ધકેલી દેવાનું !
એક રવિવારે સદ્દગૃહસ્થ મારે ઘરે આવ્યા, ઈજનેર છો, site પર બૂમો પાડી ને કામ કરાઓ છો, અને કોલેજે આવી ને બૂમો પાડી ને training આપો છો, પણ કોઈ યુવાન શુધરશે nahi, શા માટે training આપો છો, મૈ તેમને ઠંડા કલેજે ચા ની ચુસ્કી મારતા કહ્યું કે અત્યારે યુવાનો જેટલા બગડેલા છે એથી વધુ ના બગડે એ માટે training આપુ છું, મારે મન તો એટલું જ કે હું શીખ્યો છું તો તેમને આપુ અને સાચો રસ્તો બતાવાની કોશિશ કરું ભલે ને એક વાલીયો લૂંટારો વાલ્મિકી થાય મારે મન તો એટલું બસ છે.
આ સાંભળી ને તેઓ ઠંડા પડ્યા અને 365 દિવસ training આપી શકાય આટલી કોલેજો માં contact કરાવી આપ્યો.
સુરેશ દલાલ ની પંક્તિ
"જિંદગી ત્રણ અક્ષરનું નામ છે, એમાં પ્રેમ ના અઢી અક્ષર
એ બંનેનો મેળ થયી જાય તો યુદ્ધ નહિ, નહિ લશ્કર "
સંબંધો તો cardiogram જેવા છે. Cardiogram ગ્રાફ ઊંચો નીચો થતો દેખાય છે એ એટલું જ સૂચવે છે કે માણસ જીવંત છે. સીધી લીટી ની રાહ જોયા વગર પ્રેમ નો ફેલાવો કરો સંબંધો નો વરસાદ થશે. બીના આશિષ