તૂટી ગયું હૃદય,પણ ધબકાર બાકી છે,
પ્રેમમાં પાગલ નો ખિતાબ મેળવવાનો બાકી છે.
જીવી રહી છું તારા વગર હું ,
હજી કેટલી રાત ને દિવસ બાકી છે.
ભલે ન મળી સફળતા પ્રેમમાં નિમિકાને,
પણ મારામાં ફિનિક્સ પક્ષીની હામ બાકી છે.
ભલે પસાર કરવી પડે તારા વગર આ જિંદગી,
તારી યાદોની સોગાત હૃદયમાં હજી બાકી છે.
હજુ તો તારા વિનાની જિંદગીના બે ચાર શ્વાસ લીધા છે,
હજી ઘણું ત્યાગવાનું ને સ્વીકારવાનું બાકી છે.
#પાગલ