વિચાર આવ્યો આજે લખું એક નવલકથા,
લખવા બેઠો તો, ન સુજી કોઈ કથા,
પછી થયું લાવને ખેતરમાં કરું થોડો પરિશ્રમ,
ગયો ખેતરમાં તો તડકો કહે હાલ તારૂ કામ નહિ તું કર વિશ્રામ,
ઘરે ગયો વિશ્રામ કરવા, ઘરનાં કહે વારંવાર,
થોડા હરો ફરો નહિ તો , પેટ આવશે બહાર,
ઘરની બહાર ગયો હરવા ફરવા,
પોલીસ કહે કોરોનામાં કેમ નીકળ્યા છો મરવા,
ફરી પાછો ઘરે ગયો તો ઘરવાળી ની એજ વાત,
મેં કહ્યું નથી જવું ક્યાંય, લાવ તને બનાવી આપું દાળ ભાત.