ભગવાનની એ મૂરત છે ને,
મારી કવિતાની એ કવિ છે,
એ તો મારી માં છે.
કથાની એ કથાકાર છે,
શબ્દોથી એ પર છે,
એ તો મારી માં છે.
સંબંધોનો સરવાળો છે તે,
સ્નેહનો છે તે ગુણાકાર,
એ તો મારી માં છે.
કૃષ્ણની એ ગીતા છે ને,
બાળકોની એ ફૂલવારી,
એ તો મારી માં છે.
પ્રેમની એ સરવાણી છે,
પરોપકારની એ છાયા છે,
એ તો મારી માં છે.
ઝરણા કેરી નિર્મળ છે ને,
પ્રકૃતિ કેરી શીતળ,
એ તો મારી માં છે.
પહેલા વરસાદ કેરી આશ છે,
માટી કેરી ભીનાશ છે,
એ તો મારી માં છે.
સમુદ્ર કેરી વિશાળ છે,
રેત કણ જેવી સુક્ષ્મ,
એ તો મારી માં છે.
સૂર્ય જેવી કઠોર છે,
ચંદ્ર જેવી નિર્મળ,
એ તો મારી માં છે.
શક્તિનો એ પ્રકાશપુંજ છે,
લાગણી ની એ પરાકાષ્ઠા,
એ તો મારી માં છે.
લી. વિનોદ-કિરણ