સફળતા સાથે શોહરતની ઈચ્છા હોય તો દર રવિવારે બોલો આ સૂર્યમંત્ર
ઝડપથી પ્રગતિની સીજીઓ ચઢી સફળતાને પ્રાપ્ત કરવાનું દરેકનું લક્ષ્ય પૂરું કરવામાં પોતાની ઊર્જા, શક્તિ અને સમયનો ઉપયોગ કે એમ કહીએ કે પ્રબંધન, કેટલુ યોગ્ય રીતે કરો છો. જો કે આજનો યુગ મનીશી છે,કાર્યભારથી શરીર લગાતાર ચાલનારું મશીન બની જાય છે.જેની માટે તે થોડો સમય ચોક્કસ રીતે રોકાઈને ઊર્જાની માંગણી કરે છે.
રવિવાર એક એવો દિવસ છે જે વ્યવહારિક રૂપે આપણે આરામનો દિવસ ગણીએ છીએ,પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ તે યશ, પ્રતિષ્ઠા અને શ્રેષ્ઠ સ્વાસ્થય માટે શક્તિ અને ઊર્જા સંચય માટે ખુબ મહત્વનો હોય છે. કારણ કે આ દિવસે સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે.
શાસ્ત્રો પ્રમાણે રવિવારનાં સૂર્ય પૂજા કે કોઇપણ રૂપમાં સૂર્ય સ્મરણ નીરોગી, વૈભવશાળી અને યશસ્વી જીવન આપનારું હોય છે. આ માટે અહીં એક સૂર્ય અઘ્ર્ય અને સરળ મંત્ર સ્મરણના ઉપાય. જેને રવિવારે જ નહીં પણ રોજ અપનાવવો જોઇએ જે ઘણો મંગળકારી છે. ધાર્મિક માન્યતા સૂર્યને જળ આપવાથી ત્રણેય લોકોને જળદાન આપવાનું પુણ્ય મળે છે.
- સૂર્યોદયથી પહેલા જાગીને સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્ર પહેરીને સૂર્યોદય થવા પર લાલ ફૂલ, કંકુના પાણીથી ભરેલો તાંબાનો લોટાથી સૂર્યને નીચે લખેલા કોઇપણ મંત્ર 3 વાર બોલો.
श्री सूर्याय नम:
અથવા
एहि सूर्य सहस्त्रांशो तेजोराशे जगत्पते।
अनुकम्पय मां भक्त्या गृहाणार्घ्यं दिवाकर:।।
- અઘ્ર્ય બાદ ધુપ અને દીવાથી આરતી કરી નીરોગી, સુખ- સમૃદ્ધ અને સફળ જીવનની કામના કરો.