Gujarati Quote in Thought by Darshana Bhavya Raval(Gosai

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ડીયર જિંદગી....*

ઘણા લોકો જિંદગીની સાચી મજા પોતે પણ માણી નથી શકતા અને તેની આસપાસના લોકોને પણ એન્જોય કરવા નથી દેતા...
યા, હું ડિયર જિંદગીની જ વાત કરું છું જે એક વાર મળી છે તેને બિન્દાસ જીવી લેવી જોઈએ અને આપણી આસપાસના લોકોને પણ જીવવા માટે મજા કરાવી જોઈએ.
જીવન જીવવા માટે કોઈ રુલ્સ રેગ્યુલેશનની જરૂર નથી તે તો દરેક સમય સંજોગોને આધીન માણવાની અને પરિસ્થિતિ સામે લડવાની મજા હોય છે. આપણે જીવનમાં અમુક નિયમો ગોઠવી નાખીએ છીએ કે શિયાળામાં આઈસ્ક્રીમ ગોલા જેવી ઠંડી વસ્તુ ના ખાવી. ઘરની બહાર ઠંડીમાં ન જાવું, શિયાળામાં મોડે સુધી બહાર ન ફરવું કારણ કે બિમાર પડી જવાય. ચોમાસામાં વધુ વરસાદમાં ભીંજાવું કે પલળવું નહીં. વરસાદમાં લાઈટ જાય માટે વહેલી રસોઈ કરી લેવી , ઘરમાં ફાનસ દીવાની વ્યવસ્થા રાખવી. ફરવા જવાનું હોય તો સોય-દોરા જેવી નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુ સાથે રાખી નીકળવું. દરિયા નદીના પાણીમાં દૂર સુધી ન જાવું રાઈટ...બસ આવી નાની-નાની બધી બાબતોથી આપણે આપણી અને આપણી સાથે જીવનારા લોકોની જિંદગીને નીરસ બનાવી નાખીએ છે. આવું તો ઘણું બધું આપણી આજુબાજુ છે જે પ્રતિબંધિત હોય છે જે જીવનમાં આગળ વધતા અટકાવે છે.
મારું તો માનવું છે જીવનને ભરપૂર જીવો ચાહો... તમારા બાળક જીવનસાથી મિત્રો અને સ્નેહીજનો માટે કોઈ જ નીતિ નિયમો નહીં રાખો. સ્વતંત્રતા આપશો તો પ્રેમ સ્નેહ ચોક્કસ પામશો... જેમ પિંજરામાંથી પક્ષીને બહાર કાઢી તો તે આકાશમાં વિહાર કરવા લાગે છે તેવું જ આપણું છે. એકબીજાને પેમ્પરીંગ અને એપ્રિસિયટ કરી જીવનમાં આવતી નીરસતા ને આંનદમાં ફેરવશું.

-દર્શના ભવ્ય રાવલ
12 May 2020

Gujarati Thought by Darshana Bhavya Raval(Gosai : 111431875
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now