માણસ છું તો માણસાઈમાં રહી બતાવું
અંદરથી થોડો કોમળ તો થોડો કાંટાડો રહી બતાવું
દિવસ થી લઈને રાત સુધી બોઝ ઉઠાવું
રોજ મરી ને રોજ જીવી હું બતાવું
દરરોજ બધી જગ્યાએ ભાગી ભાગી
એક નવી સવાર લાવી બતાવું
માણસ થી જ છેતરાઈ
માણસ બની બતાવું
લાખ દુખોથી ઘહેરાયેલ હોવા છતા.
રડીને હું હસી બતાવું