ભુલો નો ભંડાર છું જ, પ્રતિક્ષણ માં,
માણસ માત્ર હું, ભુલ ને પાત્ર છું.
સ્વભાવે હું, મનોમંથન કરૂં પ્રકૃતિ માં,
સંકલ્પ વિકલ્પ માં જરૂર મનોમાત્ર. છું.
ઉંચકીને ફરૂ છું તૃષ્ણા ના હું પોટલાં ને,
કર્તા ભોક્તા ભાવ માં રહેતો માત્ર છું.
ભજુ છું ભક્તિ ,ભાવથી સગુણ રૂપને
યોગ માં જોડાતાં ફક્ત પ્રાણ માત્ર છું.
જ્ઞાન વિજ્ઞાન છે ,ગજબ ની શોધખોળ ,
નિદિધ્યાસન માં ફક્ત. ધ્યાન માત્ર છું.
તત્વમસિ મહાવાક્ય, સત્ય સ્વરૂપ માં,
સોહમ સ્વરૂપ માં, અધિષ્ઠાન માત્ર. છું.