દર્દ એ દિલ માં, હવે સિતમ કરી જવાના છે,
પારકા નથી હવે એ પોતાના કરી જવાના છે;
ઝખ્મો દેવાની આદત તો બહું છે જ. પુરાણી,
કારણ અકારણ એ મરહમી બની જવાના છે;
રિસામણા હોય એને વ્યાજબી જ કહી દેવાનું,
મનામણાં પછી ફુરસદ માં, એ કરી જવાના છે;
દુશ્મની કદી પણ હવે, પાલવે એમ નથી દિલને,
ભાવ ના પાથરણા પર , દોસ્તી કરી જવાના છે;
મળ્યો છે લ્હાવો જીવી , લેવું છે હસી ખુશી માં,
આનંદ માં દિલ ,આમ ઠરીઠામ કરી જવાના છે;