અધૂરપ નો અહેસાસ છે રહી જીંદગી ,
જન્મ જન્મથી, અનંત ઘૂમતી જીંદગી;
તૃષ્ણા ની અમર વેલ, ચાહતમાં રહી છે,
પામવું કશુંક શાશ્વત, શોધ માં જીંદગી;
ખેલ છે અટપટો, ખરાખરીનો જંગ અહીં,
ખોજ મનની બહાર, પ્રાકૃતિક છે જીંદગી;
રસમય રસધાર ભીતર, જરા નમીને હ્દયે,
કરવું અનાસક્તિ થી , અમૃત પાન જીંદગી;
સહજ સુલભ છે, ખુદમાં ખબરદાર હોવું,
મન જીતી જગ જીત્યું , આનંદ માં જીંદગી;