અહં છે જેને,
તુટીને વિખરાઈ,
જશે જરૂર.

પામી સિધ્ધિ,
જગતની છોને,
એ મગરૂર.

ખુલ્લી રાખીને,
મુઠ્ઠીઓ આખરે તો,
છે મજબૂર.

ભીતર ભાળે,
નિષ્કામ કર્મથી જો,
આનંદ પૂર.

જીવન છે આ,
પ્રકૃતિ બદલાવ,
અહીં જરુર.

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430853

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now