રાહત નો એક ,દમ હું ,લેવા માંગું છું,
નિરાંતનો એક દમ, હું લેવા માંગું છું;
દુનિયાદારીમાં ,ગજબની છે,અશાંતિ,
શાંતિ નો હર દમ , મેળવવા માંગું છું,
દઝાડતી તૃષ્ણા ના, તાપણે ઉજાણી,
જાણીને આંખને,નમ હું કરવા માંગું છું;
વળગણ છે વરસતું, સ્નેહના તાંતણે,
ભાવની ભેટ અનુપમ, હું ધરવા માંગુ છું;
અતિરેક નથી એ ,સ્વભાવિક છે વિશ્રાંતિ,
આનંદ સ્વરૂપ માં ,છમછમ કરવા માંગું છું;
=========================