♥વિચલિત ♥
થાકેલો,હારેલો,કંટાળેલો
માણસ ઘરની
ચાર દિવાલમાં
પુરાઈ બેઠો છે
શું થવાનું છે???
શું થઈ રહયું છે???
આમાથી હવે કયારે
બહાર નિકળશૂં??
આ બધા વિચારોની
વચ્ચે મનની પીડા ને
માનસિક પરિસ્થિતિમાંથી
પસાર થતો માણસ
ઘરનાં ભાડા
લોનના હપ્તા
ત્રણ ટાઈમ ખાવાની
વ્યવસ્થા
વિજળી બિલ
પાણી બિલ
સ્કૂલની ફી
મહિનાની સાથે
જ ખર્ચમાં
જોડાઈ રહયું છે
ઘંઘો બંધ
આવક બંધ
પૈસાની અસત
એકસાથે જ
વર્તાતી પરિસ્થિતિ
માણસની શાંતિમા
વિચાર બની
ઘરની ચાર દિવાલમાં
ઘુમ્મરી ખાઈ છે
nicky tarsariya
11/05/2020