મજાક, મસ્તી ને યાદો નો કેવો પગરવ..
સુખ દુઃખ નો તો એકાંત ના જ કલરવ..
પ્રેમ ભર્યો સહવાસ લાગે કેવો મધમીઠ્ઠો ..
લાગણીશીલ રહ્યું એનેજ તો પ્રેમ થી દિઠ્ઠો..
ચાહવું ને પામવું એતો નસીબ ની વાતો..
દિલ નો જ હોઈ છે ભવોભવનો નાતો..
ભણતર ,ગણતર પાયો જીવન ચણતર..
માણસ તો માણસ જાત ને કેવો નડતર..
જીવન થી મૃત્યું ની કેવી આં લાંબી સફર..
તમે હસ્યાં તો થઈ થોડી ઘણી જીવન અસર..
વાત માત્ર સ્પંદન ના ધબકાર ની કેવી..
જીવાય ગયું એવું માત્ર અફવા એવી..