છે શ્રધ્ધા મને ખાતરી બોલશે
જોઈને એ મને પાધરી બોલશે
હો ભલેને સરળ આકરી બોલશે
એ નહીં ઈશ્ક ની શાયરી બોલશે
કાન’ને રાધિકાના સબંધો વિશે
માટલી બોલશે કાંકરી બોલશે
છે પરિચય રજે રજ મને એમનો
બોલશે જે સનમ આપરી બોલશે
ચાહું છું હું તને કેટલું પૂછજે
મે તને આપેલી ઝાંઝરી બોલશે
#ઇશ્ક_પાલનપુરી