#દિલ
અમસ્તાં જ કોઈનું બની જવું સહેલું નથી હોતું
નજરોથી દિલ માં વસી જવું સહેલું નથી હોતું
નડે છે હજારો બંધનો સમાજના
એમ કંઈ એકબીજાનું બની જવું સહેલું નથી હોતું
મધુરાં મિલનની બસ એક ક્ષણ ની આશમાં
એમ કંઈ પળ પળ તડપવું સહેલું નથી હોતું
પ્રિયતમના પ્રેમમાં મન ભરીને પલળવા
ચાતક બની ને તરસવું સહેલું નથી હોતું
અમસ્તાં જ કોઈનું બની જવું સહેલું નથી હોતું
નજરોથી દિલ માં વસી જવું સહેલું નથી હોતું