મારા અંદર ધબકતા એના હ્દય નો ધબકાર સાંભળવાનો અનુભવ,
પા પા પગલી ચાલતા શીખવાડવાનો અનુભવ,
મમ્મી પપ્પા બોલતા શીખવાડવાનો અનુભવ,
ક કલમ નો લખતા શીખવાડવાનો અનુભવ,
તારુ હસવું, રડવું,રીસાવું,
માની પણ જવું,
આવા અનેકો અનુભવોને તે
આજના દિવસે મને પગે લાગી માતૃત્વ દિવસ ની શુભેચ્છા આપી એકસામટા જીવંત બનાવી ને આજની અમૂલ્ય ભેટ આપી છે.
-pandya Rimple