ભારત તો ... પોતાના દેશને જ મા કહી સંબોધે છે.. અહીં તો 'મધર ડે નો દિવસ' નહીં બારેમાસ દિવસ-રાત મા ની સ્તુતિ થાય છે.. અહીં તો ગાયને, નદી ને.. પ્રકૃતિ ને મા ના રુપમાં જોવાય છે.. મા કોઇ રિવાજ નથી મા ને યાદ કરવા દિવસો જાહેર કરવા પડે..મા તો પરમ શાશ્વત છે.. પોતાનુ સમગ્ર જીવન મા નો વિસ્તાર છે.. જીવનની પ્રત્યેક ક્ષણ મા નાં ગુણગાનનું સંગીત છે..
મહાસાગર બુંદમાં નથી ભળતો... બુંદ મહાસાગર માં ભળે છે..