Gujarati Quote in Quotes by Bhavesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ મીઠું કાલુઘેલુ બોલવું મારુ,
હસીને છાતીએ ચાપવું તારૂ.

ન નહાવાનુ નવું બહાનુ મારુ,
પરાણે ધમારી મન માનતું તારૂ.

આંજણ જોઈ એ ભાગવું મારુ,
પકડીને આંજણ આંજવુ તારૂ.

આંજણા પછી રડવું મારું,
મરચા વાળા હાથનું યાદ આવવુ તારૂ.

રડીરડીને માથે ઘર લેવાનુ મારુ,
ફૂકેથી આંખ ઠારવાનું કામ તારૂ.

રડતી આંખો હાથથી લુછવાનુ મારુ,
આંજણ વાળા ભુતને સાફ કરવાનું તારૂ.

આખરે ખભે બેગ નાખી નીશાળે જવું મારુ, 
નહીં બને એક વધુ અભણ એ વીચારવું તારૂ.

ભાવેશ પરમાર

Gujarati Quotes by Bhavesh : 111429028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now