Gujarati Quote in Blog by Tinu Rathod _તમન્ના_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના દિવસ માટે શું લખું !! હું એના વિશે લખવા માટે પોતાને બિલકુલ લાયક માનતી.
પણ મારી મમ્મી માટે કંઈક લખું છું.

મમ્મી મને યાદ છે હજી પણ એ તારું રાતે મારા હાથ પર ફેરવવું મને. જમતાં જોઈ તારી આંખોનો એ સંતોષ મને હજી પણ યાદ છે. મારી નજર પડતાં જ તારું એ નજર ફેરવવું હજી પણ યાદ છે મને. એ મારા ગુસ્સાને કેવી રીતે તું ઠંડો
કરતી એ હજી પણ યાદ છે મને મારી આંખોમાં આવતા આંસુને તે પોતાની આંખોમાં જીલ્યા છે.
જ્યારે જીવનમાં મને સહારાની ખૂબ જરૂર હતી ત્યારે તે એક માતા, સખી ગાઈડ ફિલોસોફર બની મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. મારા દરેક નિર્ણયને દુનિયાની પરવા કર્યા વગર સ્વીકાર્યા છે અને એ નિર્ણયમાં સાથ પણ આપ્યો છે.
મા તારી મમતાનું ૠણ તો કોઈ ચૂકવી નથી શકવાનું. દિકરી ને તો આ મોકો મળે પણ
ખૂબ ઓછો છે પણ હું નસીબદાર છું
કે ભગવાને મને આ તક આપી છે. કે તારા પ્રેમ અને બલિદાનનુ થોડું પણ ૠણ ચૂકવી શકું.

આખા જગતમાં ગણિતનુ વિશેષજ્ઞ હોય તો એ મા છે એને બખૂબી ખબર હોય છે ક્યાં સરવાળો કરવો, ક્યાં ગુણાકાર કરવો અને ક્યાં ભાગાકાર કરવો. બાળકોને પ્રેમ કરવામાં એના ગૂણાકારનો કોઈ જવાબ નથી. બાળકોની ખુશીમાં સરવાળો કેવી રીતે કરવો એના ફોર્મ્યુલાનો કોઈ તોડ નથી. બાળકોના જીવનમાં આવતી મુસીબતોની બાદબાકી કેવી રીતે કરવી એ એને બખૂબી ખબર છે. મા ને કોઈ દિવસ કે એવોર્ડની ક્યારેય જરૂર નથી. માટે આ દિવસને હું મારા માટે જ ગણું છું કે ભગવાને મને મારી મમ્મી સાથે રહેવાનું સુખ આપ્યું.

Happy mothers day to me and all of you..

Gujarati Blog by Tinu Rathod _તમન્ના_ : 111428868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now