તને મારામાં જોવું,
મને તારામાં શોધું.
તારો મારો સાથ છે ભવોભવનો એ જાણું.
સાંભળવું ગમે તારા હોઠો પર મારું નામ,
સતત રટ્યા કરું હું તારું નામ,
આ પ્રેમ છે કે શું એ હું ના જાણું.
આપણા મિલનનો ઉત્સવ ઉજવું,
ને વિયોગમાં દિલ મુંઝાણુ,
શું આ પ્રેમ છે એ કેમ જાણું.
તારું મારું છે સઘળું સહિયારું,
નિમિકાનું સર્વસ્વ તારામાં સમાયું,
શું આ પ્રેમ છે એ કેમ જાણું.
નિમિકા.
#સાંભળવુ