એકલો જાને રે

તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે

તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી
સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મૌન મૂકી
તારા મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઈ એકલો ધાને રે

તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે

જો દીવો ન ધરે કોઈ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઈ

જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે

તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે

મૂળ કૃતિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની
ગુજરાતી અવતાર : મહાદેવભાઈ દેસાઈ

ક્લીક કરો અને સાંભળો
ભાઈલાલભાઈ શાહની અદ્‌ભુત રજૂઆતઃ

Gujarati Poem by Umakant : 111428527
Umakant 7 year ago

માતૃભક્ત શ્રવણ આજે પણ દુનિયામાં જીવે છે.👇🏿 🙏 ધોમ ધખતા તાપમાં પગે ચાલીને જે ઘરે જાય, તેને 'કોરોના વોરિયર' કહેવાય? (50 રૂપિયા એક્સ્ટ્રાવાળી) શ્રમિક ટ્રેનમાં બેસવા માટે પૈસા ના હોય અને છતાં ય પરિવાર પાસે પહોંચવાનું હોય, તેને 'કોરોના સામે યુદ્ધ' કહેવાય? રસ્તામાં પોલીસ માર મારે, છતાં જે 'સાહસ'થી યાત્રા ચાલુ રાખે, તે ફૂલ વર્ષા માટે લાયક ગણાય? 45 વર્ષનો બાંધકામ કામદાર, વિશ્વનાથ શિંદે, તેની 70 વર્ષની અંધ અને અપાહીજ કાકી, વચેલાબાઈ નાહીને, નવી મુંબઈથી ઊંચકીને 459 કિલોમીટર દૂર અકોલામાં આવેલા ગામડે જઈ રહ્યો છે. "કાકીના પરિવારમાં બધા જ મરી ગયા છે. એ સાવ જ એકલી છે," શિંદેએ કહ્યું હતું. શિંદેની સાથે તેની પત્ની, બે બાળકો અને એક અંધ બહેન પણ આ 'યાત્રા'માં સામેલ હતી. -F. B. Post- Raj👇🏿

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now