Gujarati Quote in Motivational by Shashin Makwana

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"વધવું"
માનવી...
આગળ વધવું કોના માટે, શું મારા પછી કોઈ નથી?
આગળ વધવું કોનાથી, શું એજ મારો પ્રતિસ્પર્ધી છે?
જમવામાં ખોરાકનું વધવું...શુ સ્વાસ્થ્ય માટે જરૂરી છે?
થાળીમાં અન્નનું વધવું શા માટે એ ઉપયોગી નથી બીજાને?
સુખનું વધવું, એશોઆરામ માટે કે માનસિક તનાવ માટે?
શરીરનું વજન વધવું, સુખની ઘેલછા કે તકલીફ ને તેડા?

પ્રકૃતિ...
છોડનું વધવું, વૃક્ષ થવા માટે..
કૂંપણ નું વધવું, પાન થવા માટે..
કળીનું વધવું, ફૂલ થવા માટે..
વૃક્ષોનું વધવું શિતળ છાંયા અને પક્ષીઓ ના અશરા માટે..
સૂર્ય ના તાપનું વધવું, મનુષ્યની નાદાની માટે..

ટેકનોલોજી..
વાહનોનું વધવું, લોકોની સુખાકારી કે પ્રુકૃતિના વિનાશ માટે?
ઉદ્યોગોનું વધવું, ખેતીની દુર્દશા માટે...
રસ્તાઓનું પહોળાયીનું વધવું, ઝડપથી પહોંચવા માટે કે વધું અકસ્માતોને આમંત્રણ દેવા..?
વાહનોની ગતિનું વધવું, બીજાનાં જીવનને ઝોખમ માં મુકવા?

ઇલેક્ટ્રોનિક સાધનોનું વધવું, માનવીને પાંગળો બનાવવા કે વિચાર શૂન્ય બનાવવા?
સકારાત્મક વધવું કે નકારાત્મક, કેમ આગળ "વધવું"
કારણો વધ્યેજ જાય છે... અહીં કેમ આગળ "વધવું" એ મનુષ્યની પ્રકૃતિને આધીન છે....

અંતમાં એટલુ જ કે બાળક નું વધવું મનુષ્ય થવા માટે.....

Gujarati Motivational by Shashin Makwana : 111428116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now