* આવી વિડંબના, આવી વિમાસણ ક્યારેય જોઈ નથી
* હવા શુદ્ધ છે પણ માસ્ક પહેરવું ફરજીયાત છે
* સડકો ખાલી છે પણ લોંગ
ડ્રાઇવ પર જવું અશક્ય છે
* લોકોના હાથ સાફ છે પણ હાથ મિલાવવાની મનાઈ છે
* દોસ્તો સાથે બેસવાનો સમય છે પણ તેમનાં દરવાજા બંધ છે
* ગંગાનું પાણી શુદ્ધ થઈ ગયું છે પણ એ પીવાનું નસીબમાં નથી
* સોમવારે ઑફીસ જવાનું ખૂબ મન થાય છે પણ વીક એન્ડ ખૂબ લાંબું છે
* જેની પાસે પૈસા છે તેમને ખર્ચ કરવાના રસ્તા બંધ છે અને જેમની પાસે નથી તેમને કમાવવાના રસ્તા બંધ છે
* પાસે સમય જ સમય છે છતાં અધૂરી ઇચ્છાઓ પૂરી કરી શકાતી નથી
* કોઈ પોતાનું આ દુનિયા છોડી જાય તો તેને અંતિમ વિદાય આપવા જઇ શકાતું નથી
* દુશ્મન ચારેય બાજુ છે પણ જોઈ શકાતો નથી
👆👆👆👆👆👆👆👆
આનાથી એ સાબિત થાય છે કે
માનવી અને સમગ્ર બ્રહ્માંડ કુદરતને આધીન છે તેનાથી ઉપર કોઇ નથી