સૌ પ્રથમ તો દરેક ખેડૂત ભાઈઓને મારા નમસ્કાર 🙏 , જે રાત-દિવસ, તડકો-છાંયો જોયા વગર ખેતરમાં અથાગ પરિશ્રમ કરી અનાજ પકવે છે, જેને હિસાબે આપણી ભૂખ તૃપ્ત થાય છે.
ભાવતા ભોજનની વ્યાખ્યામાં હું એવું કહીશ કે જે ભોજન પ્રેમથી પરમાત્માની યાદમાં બનાવેલું હોય તે શ્રેષ્ઠ ભોજન છે. પ્રેમથી થાળીમાં જે પીરસાય તે અન્ન પ્રત્યેનો આદર રાખી જમી લેવામાં જ હું આનંદ અનુભવું છું.
નાની હતી ત્યારે દાદીમાએ એક વાત શીખવી હતી કે, " જીવનમાં ચાલશે, ભાવશે અને ફાવશે નો ગુરુ મંત્ર શીખી લેવાનો બેટા, તો કોઈ દિવસ દુઃખી થવાશે નહિ " અને આજે પણ આ ગુરુ મંત્ર મને યાદ છે.તેથી કોઈ ફરિયાદ નથી. અને ઇશ્વરે ઘણું બધું આપ્યું છે તેનો સંતોષ પણ છે.
હું ખૂબ નાની હતી ત્યારથી મારી મમ્મીએ મને એવું શીખવ્યું હતું કે જમી લીધા પછી હાથ ધોઈને, બે હાથ જોડીને, જમવાનું મળ્યું તે બદલ ઇશ્વરનો આભાર માનવો અને ઇશ્વરને મનોમન વિનંતિ કરવી કે દરરોજ આવું જમવાનું આપજે પ્રભુ. 🙏
અને આજે પણ દરરોજ હું જમ્યા પછી પ્રભુનો ઉપકાર માનું છું. 🙏 અને બીજી વખતના ભોજન માટે પ્રભુને પ્રાર્થના કરું છું.
- Jasmin