સ્વપ્ન એ દીધા,
આંખના દરવાજે,
દસ્તક મીઠાં!
અરમાનો દ્યે,
દિલના દરવાજે,
દસ્તક મીઠાં!
મહેફિલો દ્યે,
મોજના દરવાજે,
દસ્તક મીઠાં!
જાદુગરી દ્યે,
જાદુના દરવાજે,
દસ્તક મીઠાં!
તારો પ્રેમ દ્યે,
મનના દરવાજે,
દસ્તક મીઠી!
મારી માયા દ્યે,
પ્રેમના દરવાજે,
દસ્તક મીઠી!
-સેતુ