English Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન માં જ્યારે જ્યારે પણ તેમજ કોઈ પણ જરૂરિયાત મંદ વ્યક્તિ ને તમે એના કપરા સમય,સંજોગ અને પરિસ્થિતિ માં એને મદદ કે સહકાર આપો ત્યારે મન એવી કોઈ વિચારધારા સાથે સહકાર કે મદદ નાં કરવી કે જો હું આજે એને સહકાર કે મદદ કરીશ તો ને તો જ એ વ્યક્તિ પણ મને જ્યારે પણ આવી જ રીતે જો મદદ કે સહકાર ની જરૂર પડશે ત્યારે મને પણ આવી જ સહકાર કે મદદ કરશે.જો આવી જ વિચારધારા સાથે કોઈપણ જરૂરિયાત મંદ વ્યક્તિ ને સહકાર કે મદદ ના કરતાં હોય તો મહેરબાની કરી ને કરતાં કેમ કે આવી વિચારધારા સાથે તમે એ વ્યક્તિ ને સહકાર કે મદદ નથી કરતાં પણ એના પર એક એહસાન કરો છો. અને એ જરૂરિયાત મંદ વ્યક્તિ આખી જિંદગી આપના એહસાન હેઠળ મરી મરી ને જીવે છે. અને મદદ તેમજ સહકાર આપ્યા પછી પણ એ વ્યક્તિ વારે વારે એવો પણ એહસાસ નાં કરાવો કે આપે એને મદદ કે સહકાર આપ્યો હતો જ્યારે એને જરૂર હતી ત્યારે કેમ કે જીવન માં ક્યારેય પણ અને કોઈ પણ મજબુર વ્યક્તિ ની મજબુરી નો ફાયદો ના ઉઠાવો જોઈએ અને મહેરબાની કરી ને આવું ના કરશો તેમજ જીવન માં કોઈપણ જરૂરિયાત મંદ વ્યક્તિ ને જો સહકાર કે મદદ કરવાની ની મન માં ઈચ્છા હોય તો નિઃસ્વાર્થ ભાવે કરો.કેમ કે નિઃસ્વાર્થ ભાવે કરેલ કોઈપણ કાર્ય ની નોંધ માણસ ભલે લે ના લે પણ ભગવાન તો લે લે ને લે જ છે. એટલે જીવન માં હર હંમેશ એવાં જ કર્યો કરો જેની માણસ નહિ પણ ભગવાન નોંધ લે.અને જે દિવસે આપણે માણસ ને ધ્યાન માં લઈ ને કામ કરવાનું બંધ કરી ને જો ભગવાન ને ધ્યાન માં લઈ ને કામ કરવાનું શરૂ કરી દઈશું તો આપણું બાકી નું જીવન ખૂબ શાંતિ થી પસાર થઈ શકે એમ છે.
આ મારો સ્વ અનુભવ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

English Thought by Twinkle chavda : 111427129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now