વધવું છે આગળ પણ રસ્તાઓ જાતે બનાવીને
લોકોનો સાથ લઈ અને સાથ આપીને
ઘણું બધું શીખતાં હાર જીત અનુભવીને
થોડું પાછળ છોડી થોડું સાથે લઈને
કેટલુંક યાદ રાખી કેટલુંક ભૂલાવી ને
સમજણની સંગાથે નાનપણને લઈને
મોટેરાની સલાહ માં આત્મવિશ્વાસ ઉમેરીને
મિત્રોનો હાથ ઝાલી પરીવાર નો પ્રેમ લઈને
આધુનિકતાને ધારણ કરી સંસ્કારોને માથે લઈને
વધવું છે આગળ પણ રસ્તાઓ જાતે બનાવીને
#વધવું