રવિવાર એ રાજા ના દિવસે પતી અને પત્ની વાતો કરતા હોય છે
પત્ની : ( સવારે તેના પતિને જગાડતા કહે છે ) ઉઠો દર રવિવારે પાડા ની જેમ પડ્યા રહો છો. વહેલા ઊઠો રવિવાર છે તો કંઈ સૂવું જરૂરી નથી.
પતી : ( ગુસ્સામાં ઉઠે છે ) તો શું સવારમાં ઊઠીને મરઘાં ની જેમ કુકડુકુ કરું કે પછી મોર ની જેમ નાચું તું જાને યાર મારે રજા છે સુવા દે
પત્ની : હા બસ મારે તો ઘરના કામ જ કર્યા કરવાનું મારે ક્યારે રજા હોય મને ક્યારે શાંતિ મળે મારે આરામ લેવાનો જ નહિ ( પત્ની રડવા લાગે છે અને કંટાળી ને તેનો પતિ જાગી જાય છે )
પતી : કેમ સવાર માં ઊંઘ ની પથારી ફેરવે છે તારે શું કરવું છે ?
પત્ની : મને ક્યાંક બહાર લઈ જાઓ મારે આખો દિવસ ઘરે જ પડ્યા રહેવાનું ફરવા જઉં છે મને
પતી : ( કંટાળીને ) સારું ચલ જઈએ બહાર ફરવા તૈયાર થઈ જા
( પતિ અને પત્ની બહાર ફરવા જાય છે અને ફરતા ફરતા મોલ પાસે આવે છે અને બેય મોલ ની અંદર જાય છે )
પત્ની : તમે પેલો ડ્રેસ જોયો કેટલો મસ્ત છે મારે એ લેવો છે મને પૈસા આપો
પતી : ગાંડી થઈ ગઈ છે ડ્રેસ નો ભાવ જોયો છે 2500 રૂપિયા છે આપડે ના લઈ શકીએ ચલ ઘરે.
( પતી અને પત્ની ઘરે પહોંચે છે અને ફરી પત્ની રડવા લાગે છે )
પત્ની : મારી મમ્મી એ તો કીધું જ હતું કે ના પરણીશ આને તને સાચવી નહિ સકે પણ ના અમને જ બહુ શોખ હતો મેરૈજ કરવાનો. ( પત્ની વધારે જોર જોર થી રડવા લાગે છે )
પતી : જો તું રડીશ નહિ અને તારી મમ્મી એ કીધું જ હતું તો શું કામ પરણી મને નહોતા લગ્ન કરવાને
પત્ની : હા તો એ પણ હવે મારી ભૂલ તમને ખબર છે એક વાર મૈં એક ડ્રેસ ઉપર હાથ મૂક્યો કે તરત જ મમ્મી એ મને અપાઈ દીધો અને એ 7000 નો ડ્રેસ હતો અને તમે મને એક સસ્તો ડ્રેસ નહિ અપાવો.
( પત્ની હજી રડે છે અને પતી કંટાળી ને કહે છે )
પતી : અરે મારી માં રડવાનું બંધ કર તારે ડ્રેસ લેવો છે ને ચલ આપડે મોલ માં જઈને લેતા આઈએ.
( પતી અને પત્ની મોલ માં )
પતી : અમારે પેલો 2500 વાળો ડ્રેસ ખરીદવાનો છે
શોપકિપર : માફ કરશો સર એ તો વહેચાઈ ગયો તમે બીજો કોઈ ડ્રેસ પસંદ કરી લ્યો
( પત્ની ત્યાં ને ત્યાં ગુસ્સે થઈ ને રડવા લાગે છે અને પતી અકડાઈ જાય છે અને ધીમે થી કહે છે તું મહેરબાની કરીને ચૂપ થઈ જા તને જે પસંદ હોય એ લઈ લે પૈસા ની ચિંતા ના કર )
ત્યાર થી તે પતી ને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે મૈં કંજૂસી કરીને 2500 વાળા ડ્રેસ ની ના ના પાડી હોત તો તે દિવસે મારે 10,000 ના ખર્ચવા પડેત બચારા ને ડ્રેસ સાથે makeup કિટ પણ અપાવવી પડી
Storyteller : સ્ત્રીઓ પાસે એક બહુ જ મોટુ હથીયાર છે એટલે જ્યારે તમારી પત્ની કંઈ પણ માંગે તો અપાવી દેવુ શું ખબર 2500 બચાવા ની લાલચ માં તમારા 10,000 વપરાઈ જાય 😂😂😂😂😂😂