કઇ કેટલાય શમણાઓ એણે ગુંથ્યા હશે એની નવપરિણીત આંખોમાં,
રાતોની રાતો જાગી હશે એ અધ્ધખૂલ્લી આંખે જોવાયેલ એ મિલનના સ્વપ્નોમાં,
એનો ભરથાર(પતિ) કયા તૈનાત થયો હશે? દેશની રક્ષા કાજ,
હ્રદય પણ ધબકાર ચુકી જાય એના પ્રેમથી કહેવાયેલ શબ્દોના ભણકારમાં,
કે,હું ન આવુ પાછો તો પણ તારે આગળ તો વધવું પડશે આ સંસારમા,
કરી હાસ્ય એને ખાતર દીધા મેં પણ કોલ "હુ જીવીશ ગર્વથી આ સંસારમા "
કયા ખબર હતી વિધાતા આમ પરીક્ષા કરશે મારા હાસ્ય પાછળના મૌનમાં😢😢......