તમને જાણીને આશ્ચર્ય થશે કે કુદરતમાં એવી અનેક ચમત્કારિક વસ્તુઓ ભરેલી પડેલી છે કે જેના વિશે આપણે નથી જાણતા હોતા. ઘણીવાર તો એવી વસ્તુઓ આપણી આસપાસ હોય છે પરંતુ આપણે તેના વિશે અજાણ જ બની રહેતા હોઈએ છીએ. પરંતુ જ્યાં કુદરત અને મનુષ્યના સંબંધની વાત આવે છે તો જંગલો અને વનોમાં રહેનાર આદિવાસી તેના વિશે સૌથી સારી રીતે જાણતા હોય છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જોવા મળતા બેંગા આદિવાસીઓને વૈદ્ય કહેવામાં આવે છે. તેઓ જંગલોમાં રહેતા હોય છે અને તેમને જંગલી ઔષધીઓ અને ખાનપાનની જાણકારી પરંપરાગત રૂપમાં પ્રાપ્ત થયેલી હોય છે. તેમને જંગલના રક્ષક પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ આ જંગલોમાંથી એટલી જ જડીબુટીઓ લે છે કે તેમને જરૂરિયાત હોય. આજે આપણે એવા જ બેગાઓ ઉપયોગ કરતા હોય તેવી જ એક ચમત્કારિક વસ્તુ વિશે જાણીએ કે જેને વર્ષમાં એકજ વખત ખાવાથી પણ ક્યારેય બીમાર નથી પડાતું....તથા અનેક બીમારીઓથી દૂર રહી શકાય છે....
આગળ વાંચો આ વસ્તુઓ વિશે અને તેનો ઉપયોગ કરવાથી કયા રોગો ઉપર કાબૂ કરી શકાય છે....
-આધુનિક સમાજમાં તેને મશરૂમની સંજ્ઞા આપવામાં આવે છે. તેને નવા જમાનાનું ચલણ પણ કહી શકે છે. પરંતુ જંગલોમાં તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક સેકંડો વર્ષોથી ખાવામાં આવે છે.
-જંગલોની આસપાસ રહેનાર ગામડાના લોકોની આ સમય દરમિયાન મુખ્ય શાક હોય છે. સ્વાદમાં તે બટાકા જેવી લાગે છે. પરંતુ તેમાં શરીરની તાકાતને વધારવાની ભરપૂર શક્તિ હોય છે. તેને ચિરકો પિહરી કહે છે. તેની સાથે જ ઘણી બીજા શાક પણ છે. જેમ કે પુટ્પુરા, બોડા, પુટૂ તેના અલગ-અલગ વિસ્તારમાં જુદાં જુદા નામ છે.
-બેંગાઓની પરંપરાગત ખાદ્ય વ્યવસ્થાઓ ઉપર અધ્યયન કરનાર સામાજિક કાર્યકર્તા નરેશ વિશ્વાસ જણાવે છે કે બેંગા આદિવાસી એવું માને છે કે જંગલોમાંથી પ્રાપ્ત થતી કોઝિયારી ભાજીને વર્ષમાં એકવાર જરૂર ખાવી જોઈએ.
-તેને ખાવાથી બીમારીઓ નથી થતી. કોઝિયારી ભાજી અર્થાત્ જંગલમાં થતી સફેલ મૂસળીના પાન. એ બધા જાણે છે કે સફેદ મૂસળી શક્તિવર્ધક ઔષધી છે. તેની સાથે જ બીજી પણ અનેક ઔષધીઓ છે.
જો તમે કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા ઇચ્છતા હોવ તો તમારી થાળીમાં મશરૂમનો સમાવેશ અચૂક કરો. મશરૂમમાં રહેલા પૌષ્ટિક તત્વોને કારણે સ્વાસ્થ્ય નિષ્ણાતો તેના સેવનની ભલામણ કરતા હોય છે. મશરૂમમાં ઉપયોગી મિનરલ્સ જેવા કે પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ સહિતના તમામ ઉપયોગી પ્રોટીન હોય છે જે આપણા શરીરને હૃદયરોગ અને કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે.
શા માટે ફાયદાકારક? : તાજા સંશોધનો અનુસાર નિયમિત મશરૂમનું સેવન કરવાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન ઓછું થઇ જાય છે અને તંદુરસ્ત કોલેસ્ટ્રોલ અને હાઈડેન્સિટી લાઇપોપ્રોટીનની માત્રા વધી જાય છે. લીવર, હૃદય અને માંસપેશીઓમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં તેની મહત્વની ભૂમિકા હોય છે.
-એટલું જ નહીં જો તમે બ્લડ પ્રેશરની બીમારીથી પરેશાન છો તો મશરૂમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં અને લોહીની નળીઓમાં લોહીના સંચારને નુકસાન પહોંચાડનારા પ્લાકની સંખ્યા ઘટાડવામાં પણ મદદ મળે છે. તે માત્ર એક નહીં પણ અનેક બીમારીઓને જડમાંથી દૂર કરવામાં કારગર છે.
હૃદયરોગ દૂર કરે :
તેમાં એટલી શક્તિ હોય છે કે હૃદયરોગની સંભાવનાને પણ ઓછી કરી દે છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો મશરૂમની ખેતી કરે છે તેમનામાં પણ અન્યની સરખામણીએ કેન્સરની સંભાવના ઓછી હોય છે. નિયમિતરૂપે મશરૂમ ખાવાથી ઉદરનું કેન્સર થવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે.