Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વધવું એટલે શું? ઉંમરનું વધવું, આર્થિક રીતે વધવું, શારિરીક રીતે વધવું કે પછી માનસિક રીતે વધવું? ઉંમરમાં વધવું એ આપણાં હાથની વાત નથી. આર્થિક રીતે વધવા માટે શારિરીક અને માનસિક રીતે વધવું પડે છે.
માનસિક ક્ષમતા વધારવા માટે નવા નવા પુસ્તકો વાંચવા પડે અને અન્ય લોકો સાથે સુમેળપૂર્વક સંબંધો વધારવા પડે છે કે જેથી તેમનાં જ્ઞાનનો અનુભવ મેળવવાની તક મળે. આ માટેની પહેલ આપણે જ કરવાની છે. પરન્તુ જો આ બધું કર્યા પછી પણ શરીર જ સાથ સહકાર ન આપે તો? જ્ઞાનનું શું કરીશું? આગળ કેવી રીતે વધીશુ? માટે આપણી રહેણી કરણી અને ખવા પીવાની આદતો પણ થોડી બદલવી જરુરી છે. શરીરની પ્રકૃતિની વિરૂદ્ધ કંઇ પણ કરવાથી તેની વૃદ્ધિ આપોઆપ અટકી જાય છે. માટે ઉંમર સિવાયની કોઈ પણ બાબતમાં વધવું એટલે આપણી આદતો પર સંપુર્ણ ધ્યાન આપવું.
બીજી એક બાબતની પણ ચર્ચા કરી લઇએ. એ છે પ્રેમની. પ્રેમમાં કેટલા આગળ વધવું એ આપણે જ નક્કી કરવાનું હોય છે. પણ મારા મતે પ્રેમમાં આગળ વધવા માટે અપેક્ષાઓનુ સ્તર ખૂબ જ નીચું લઇ જવું પડે છે. હા, એ પણ હકીકત છે કે અપેક્ષા એની પાસે જ રખાય જેને પ્રેમ કરતા હોઇએ પછી એ કોઈ પણ વ્યક્તિ હોય - માતા પિતા, પતિ પત્ની કે બાળક, કે પછી પ્રેમી યુગલ. પરંતુ માંગણીઓ વગરનો પ્રેમ જેટલો આગળ વધે છે ને એટલો માંગણીઓ સાથેનો નથી વધી શકતો કારણકે ક્યારેક માંગણી પુરી ન થતા મનદુઃખ થવાના ચાન્સ રહેલા છે.
માટે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે સિવાય કે આયુષ્ય. આપણી પાસે સ્ટીફન હૉકિનસ નો દાખલો છે જ. એમણે કેવી મુસીબતોનો સામનો કરીને પોતાની જાતને આગળ વધારી તે આપણે સૌ જાણીએ જ છીએ.
વિચારવું અને પછી જ યોગ્ય નિર્ણય લેવો તો જ આગળ વધવું શકય બનશે નહીં તો પછડાટ ખાવી નક્કી જ છે.
ચાલો અહીં જ વિરમું છું થોડુ વધારે આગળ વધાઈ ગયુ આજે.

#વધવું

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111426186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now