Gujarati Quote in Blog by Mital

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Happy 6th mrg anniversary.. love u...
તમારું love u કહેવાનું યાદ નથી આવતું.. પણ તમારી સાથે કરેલી વાતો..ક્યારેક પ્રેમ ની, ક્યારેક ગુસ્સાની, ઝગડા.. ક્યારેક મીઠાં તો ક્યારેક દિવસો સુધી વાત જ નહિ કરવાની, તમારો સ્પર્શ, વહાલ, તમારા હાથ પર માથું મૂકી તમને બાથ ભરી ને સુઈ રહેવું, પ્રેમની પરાકાષ્ટા... સાથે કરેલું લંચ,ડિનર, mall મા શોપિંગ, movie જોવાની, અડધી રાત્રે રખડીને ગરે આવવું, કારમાં ઉંચા અવાજ થી ગીતો ગાતા ગાતા લોન્ગ ડ્રાઈવ પર જવું, birthday ના દિવસે સવારે ઉઠી ને વહાલ કરવું અને ઝગડો કરી ને સાંજે cake પણ ના કાપવી, ક્યારેક નાના છોકરાઓ ની જેમ મસ્તી કરવી... અવાજ સાંભળી ને મમી કહેવા આવે કે ઘરમાં તમે એકલા નથી, પછી ચુપચાપ સુઈ જવાનુ... તો ક્યારેક ઝગડીને રડીને સુઈ જવાનુ..ક્યારેક એકબીજાની ફીટોફીટ પકડીને સુઈ જવાનુ.. ક્યારેક બધા હોય તો ઇશારાથી વાત કરી લેવાની ક્યારેક ઝગડો કર્યો હોય તો બધા મનાવે તોય વાત નઈ કરવાની..હજુ તો ગણું છે પણ શબ્દો ખૂટે છે, મારી પરી ની મસ્તી, એનું રિસાઈ જવું, મમ્મા ક્યારે આવીશ કહીને vedio call મા રડી પડવું, તો ક્યારેક ગુસ્સે થઈને વાત કરતા કરતા ફોન ફેંકી દેવો.. એનો વહાલ કરી ને મારા ગાલ ને ચુમવું તો ક્યારેક રિસાઈ ને બચકું ભરી લેવું..ક્યારેક શાંતિ થી વાત માની લેવી તો ક્યારેક પાછળ પાછળ આખા ઘરમાં ફેરવી ને થકવી દેવી.. બધું જ બહુ યાદ આવે છે.. 2મહિના થઇ ગયા.. તમને લોકો ને મળે અને ખબર નહિ હજી કેટલો સમય ચાલશે આ lockdown.. અને ક્યારે મળીશુ..😥😥😥

Gujarati Blog by Mital : 111426102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now